સવદેશીકરણ
👉 " સ્વદેશીકરણ કોને ન ગમે ? પ્રત્યેક રાષ્ટ્રભક્તને ભારતમાં બનેલી ગુણવત્તાવાળી વસ્તુનું ગૌરવ રહે જ. પણ સ્વદેશીવાદીઓએ પોતાની ગુણવત્તાવાળી વસ્તુઓ બજારમાં મૂકવાની જગ્યાએ કોકાકોલાની બૉટલો ફોડવા માંડી. આ નકારાત્મક વ્યુહ હતો. કોકાકોલાની બૉટલો ફોડ્યા પછી પણ કોકાકોલા બંધ ન થઇ. આજે પણ જોરજોરથી વેચાય છે. નકારાત્મક પગલાં ભરીને તેને અટકાવી ન શકાય. તેને ખરેખર અટકાવવી હોય તો જરૂર છે તેના કરતાં પણ ઊંચી ગુણવત્તાવાળી અને સસ્તાભાવવાળી બૉટલો બજારમાં મૂકવાની. આ સકારાત્મક પગલું કહેવાય. પણ આવું પગલું ભરવા માટે ભારે મહેનત કરવી પડે, જ્યારે કોકાકોલાની બૉટલો તોડવામાં બહુ મહેનત કરવી પડતી નથી. વિશ્વના કોઈ પણ દેશમાં માત્ર સ્વદેશીકરણવાળું અર્થતંત્ર ચાલતું નથી. અમેરિકા જેવા સમૃદ્ધ અને સંપન્ન રાષ્ટ્રમાં વિશ્વભરની હજારો વસ્તુઓ વેચાય છે. જો આપણે સસ્તી અને ગુણવત્તાવાળી વસ્તુઓ ઉત્પન્ન ન કરી શકીએ તો ચીનનો માલ ઘૂસી જ જવાનો. તેને રોકી નહિ શકાય. રશિયા પાસેથી બોધપાઠ લઇએ. રશિયાએ વિદેશોના માલને પોતાના દેશમાં આવવા ન દીધો અને પોતે પણ નવો માલ ગુણવત્તાવાળો બનાવ્યો નહિ. હવે લોકો પરદેશોમાંથી ઊતરેલો વપરાયેલો માલ...