પોસ્ટ્સ

ગુગલ ફોર્મ પાર્ટ - 4 | Check Boxes, Drop Down, Linear Scale, Multiple Ch...

છબી

ટેસ્ટ માં પ્રશ્નો ના માર્ક્સ આ રીતે એડ કરો અને જાતેજ ટેસ્ટ જોવાય એ પણ શી...

છબી

ટેસ્ટ બનાવતા શીખો ગૂગલ ફોર્મ માં | હવે આપ જાતે પણ બનાવી શકો છો | ગુગલ ફો...

છબી

ગુરૂપુર્ણિમા

છબી
અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂ પુર્ણિમા આ સમય એટલે ગુરૂ વંદના 

પ. પૂજ્ય ડોંગરેજી મહારાજ

છબી
શ્રીમદ ભાગવત કથા  એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ લે-“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે-“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “ “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી” કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી. લાલા ને કાને આ શબ્દ પડ્યો. “આ તો જબરી છે,મને વેચવા નીકળી છે” તે જ વખતે રસ્તામાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે અને ગોપીને કહે છે-કે- અરી ગોપી,હું ગોકુલનો રાજા છું,તું મને માખણ (દાણ રૂપે-ટેક્ષ રૂપે) આપ્યા વગર ક્યાં જાય છે ? વૃંદાવનમાં દાણ ગલી છે,જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ દાણ (ટેક્ષ) માગતા.અતિશય પ્રેમ હોય તો ચીડવવાની ઈચ્છા થાય છે. ગોપીના હૃદયમાં અતિશય પ્રેમ છે અને તે કનૈયાને ચીડવે છે. ગોપી કહે છે-કે-તું શાનો ગોકુલનો રાજા ? ગોકુલનો રાજા તો દાઉભૈયા છે.હું તેમને માખણ આપીશ,તને નહિ. ખબર પડતી નથી ? જા અહીંથી.નંદબાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઇ આવ્યા છે ? નંદ બાબા ગોરાને તું કાળ...

શ્રી કૃષ્ણલીલા રહસ્ય

છબી
👉 " આજની સપ્તાહોનું જમા પાસું છે જ. પ્રત્યેક શુભ કર્મ તેની  સારી અસર જન્માવતું જ હોય છે. પણ ધીરે ધીરે તેનું ઉધાર પાસું મોટું થવા લાગ્યું છે તેની ચિંતા થાય છે. પ્રથમ આ સપ્તાહો ભક્તિભાવ તથા સાત્તવિક્તાના પ્રચાર માટે થવી ઘટે. દુર્ભાગ્યવશ હવે તેનું ધ્યેય આર્થિક લાભનું વધી રહ્યું છે.  કોઈ સ્થળે કોઈ ધાર્મિક આયોજન થાય અને ભક્તવર્ગ શ્રદ્ધાભક્તિથી  કંઈ ને કંઈ ન્યોછાવર કરે તે યોગ્ય જ કહેવાય. તેવી આવકથી સહજ રીતે કોઈ શુભ હેતુ પૂરો થતો હોય તો તે આવકારવા જેવી વસ્તુ કહેવાય.  પણ હવે સહજ શબ્દ નથી રહ્યો. સપ્તાહના ચારે ખૂણે અર્થલોલુપતાના ભૂખ્યા ડોળા તગતગતા જોઇ શકાય છે. પૈસો વધારવા માટે 108 પોથીઓની રચના કરાઇ, કેટલીક જગ્યાએ 1008 તો કોઈ સ્થળે તેથી પણ વધુ પોથીઓની વ્યવસ્થા થતી જોઈ શકાય છે. પ્રત્યેક પોથી ઉપર બેસનાર પુરોહિત પોથીનો વિશેષજ્ઞ હોય તેવું નથી હોતું. મોટા ભાગે તો પોથી ઉઘાડી રાખીને ( પાઠ કર્યા વિના ) માત્ર દક્ષિણા તરફ ધ્યાન આપનારો વર્ગ ઘણો મોટો હોય છે.  સરકારી નોકરીઓની માફક આવી જગ્યાઓ ભરવામાં પણ વહાલાં-દવલાંનો, કાકા-મામાનો તથા કોઈ કોઈ સ્થળે કમિશનનો પણ પ્રભાવ જોવા મળે છે.  ...